/connect-gujarat/media/media_files/2025/10/05/crduhsscvsdva-2025-10-05-17-57-54.png)
નવા દીવા ગામ નજીકથી કારમાંથી દારૂ ઝડપાયો, રૂ.4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદિવા ગામથી જૂનીદિવી તરફ જતા માર્ગ ઉપર આવેલ ગટર પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇક્કો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના નવાદિવા ગામથી જૂનીદિવી તરફ જતા માર્ગ ઉપર આવેલ ગટર પાસે નવા દિવા ગામનો બુટલેગર વિદેશી દારૂનો જથ્થો ઇક્કો કારમાં ભરી સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી.અને સ્થળ પરથી વિદેશી દારૂની 816 નંગ બોટલ મળી આવી હતો.
પોલીસે 1.28 લાખનો દારૂ અને કાર મળી કુલ 4.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મંગલમુર્તી સોસાયટીની બીજી ગલીમાં ઝૂંપડ પટ્ટીમાં રહેતો રાજુ ચંદુ ભાભોરને ઝડપી પાડ્યો હતો.જ્યારે કિશન વસાવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.