અંકલેશ્વર: ન.પા.દ્વારા વોર્ડ નંબર 4માં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, ખાતમુર્હુત કરાયુ

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર  કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યો

  • વોર્ડ નંબર-4માં ડ્રેનેજ લાઇનનું થશે નિર્માણ

  • રૂ.18 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • કાર્યનું ખાતમુર્હુત કરાયુ

  • ન.પા.પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર  કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ નગર સેવા સદનના વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના

કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. રૂપિયા 18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના ખાતમુર્હુત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત,ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે
Read the Next Article

ભરૂચ: કલરવ સંસ્થાનો દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ,તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે

New Update
  • કલરવ સ્કૂલનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ બાળકોને બનાવે છે આત્મનિર્ભર

  • તહેવારને અનુરૂપ વસ્તુઓનું કરે છે નિર્માણ

  • રક્ષાબંધન પર્વ નિમત્તે બનાવે છે રાખડી

  • દિવ્યાંગ બાળકો બન્યા સ્વાવલંબી

ભરૂચ શહેરની કલરવ સ્કૂલ દ્વારા દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અને બાળકો તહેવારોને અનુરૂપ વસ્તુઓ બનાવી સ્વાવલંબી બની રહયા છે.

ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયાફાઈલ અને હેન્ડમેડ આઈટમ્સ સહિતની વસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે,અને વસ્તુઓના વેચાણ થકી આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

તાજેતરમાં સંસ્થાએ ફુલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવા મશીન પણ વસાવ્યું છેજેના કારણે બાળકો જાતે વસ્તુઓનું ઉત્પાદન કરી વ્યાવસાયિક દિશામાં આગળ વધી શકે છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.