New Update
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના સરપંચે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને અંક્લેશ્વરથી ઉમરવાડા ગામથી પાનોલી સુધીનો મુખ્ય રોડ સહીત બે માર્ગો બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ સરપંચ અને આગેવાન ઈમ્તિયાઝ માંકરોડએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.જેમાં જણાવ્યાં અનુસાર ઉમરવાડા ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે.જેને કારણે ગ્રામજનો હાલાકી વેઠી રહ્યા છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરફથી ભારે વાહનો પસાર થતા માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.આ માર્ગ ઉપર ઉમરવાડાથી હાંસોટ કેનાલ તરફ જતા પુલો,ખાડી વનખાડી ઉપર આવેલા પુલ જે બિસ્માર હાલતમાં હોવા સાથે તૂટી જાય તો અંક્લેશ્વરથી ૧૦ વધુ ગામો સંપર્ક વિહોણા બને તેવી શક્યતા સાથે અંક્લેશ્વરથી ઉમરવાડા ગામથી પાનોલી સુધીનો મુખ્ય રોડ બનાવી આપવા માંગ કરી છે.
જયારે કેનાલ અન્ડર ગ્રાઉન્ડ અને કેનાલ ઉપર રોડ ઉમરવાડા હાંસોટ બ્રાન્ચથી ઉમરવાડા માઈનોર નહેરની બાજુમાં પાનોલી જી.આઈ.ડી.સી આવેલ છે.પાનોલી જી.આઈ.ડી.સીમાંથી કેટલીકવાર કેમીકલવાળુ પાણી કોઈક કારણસર ઉમરવાડા માઈનોરની બાજુમાંથી પસાર થાય છે આ દુષિત પાણી નહેરના પાણીમાં મિશ્રણ થવાથી દુષિત થતા મનુષ્યના વપરાશ અને ખેતી લાયક રહેતું નથી.જેથી ઉમરવાડા માઈનોર સર્વે નંબર ૫૪૯ થી ૫૯૧ સુધી અને સર્વે નંબર ૫૦૧થી ઉમરવાડા મુખ્ય રોડ સુધી અન્ડર ગ્રાઉન્ડ તેમજ કેનાલ ઉપર ખેડુતોના અવરજવર માટે રોડ બનાવવા સહીત પાનોલી જી.આઈ.ડી સી. અને નેશનલ હાઈવે જવા માટેનો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories