અંકલેશ્વર: ન.પા.ની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા  પ્લાસ્ટીક ફ્રી અને કલીન સીટી કેમ્પેઈન અંતર્ગત રેલી યોજાય

અંકલેશ્વર નગર પાલિકાની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે  પ્લાસ્ટીક ફ્રી અને કલીન સીટી કેમ્પેઈન અંતર્ગત રેલીનું  આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • નગરપાલિકા દ્વારા આયોજન

  • સ્વ સહાય જૂથની બહેનો દ્વારા નીકળી રેલી

  • પ્લાસ્ટિક મુક્તિ અંગે સંદેશ આપવામાં આવ્યો

  • શહેરી વિકાસ વર્ષની કરાય ઉજવણી

અંકલેશ્વર નગર પાલિકાની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે  પ્લાસ્ટીક ફ્રી અને કલીન સીટી કેમ્પેઈન અંતર્ગત રેલીનું  આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરી વિકાસ વર્ષ  ૨૦૨૫-૨૬ ની ઊજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન  અંતર્ગત  સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટીક ફ્રી અને કલીન સીટી કેમ્પેઈન અંતર્ગત  સ્વ સહાય જૂથ  માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી ત્રણ રસ્તા પાસે શાક માર્કેટ ખાતેથી નીકળી મુખ્યમાર્ગ પર થઇ નગર પાલિકા ખાતે સંપન્ન થઇ હતી.આ રેલીમાં  સ્વછતા અંગે માર્ગદર્શન અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર શહેર બનાવવા સમજણ આપવામાં આવી હતી.રેલીમાં  નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, ઓ.એસ નીલીમા મોદી અને નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન વિભાગના કર્મચારી હિરલ પ્રજાપતિ, જાગૃતિ પટેલ, તેજલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથના બહેનો હાજર રહયા હતા.
Latest Stories