અંકલેશ્વરમાં આવેલી છે શાળા
સંસ્કારદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની સિદ્ધિ
કલા મહાકુંભમાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ
લોકવાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો
રાજ્યકક્ષાની સ્પર્ધામાં લેશે ભાગ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંધ્યા વાળા અને ધોરણ 4માં અભ્યાસ કરતી મનસ્વી બલદાણીયાએ કલામહાકુંભમાં જિલ્લા કક્ષાની લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.તારીખ 23 ડિસેમ્બરના રોજ નવસારી ખાતે યોજાયેલ ઝોન કક્ષાના કલા મહાકુંભમાં બંને વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો જે પૈકી સંધ્યાવાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે અને આગળ રાજ્ય કક્ષાની લોક વાર્તા સ્પર્ધામાં ભાગ લેશે. વિદ્યાર્થીનીઓની આ સીધી બદલ શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.