અંકલેશ્વર: ધોરણ 10માં બે વખત નાપાસ થયેલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
sui

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં સોમાભાઇ પરમારના 16 વર્ષીય પુત્ર કુલદીપ સોમાભાઇ પરમાર ધોરણ-10ની પરીક્ષામાં સતત બે વાર નાપાસ થતાં તેને લાગી આવતા ગતરોજ રાતે 9થી સાડા નવ વાગ્યે પોતાના ઘરમાં છત ઉપર લગાવેલ પંખા સાથે કપડાં બાંધવાની દોરી બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો હતો આ અંગેની જાણ પરિવારને થતાં તેને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories