ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરનો બનાવ
મહિલાએ નદીમાં લગાવી મોતની છલાંગ
નદીમાં કૂદી આપઘાતનો કર્યો પ્રયાસ
સ્થાનિક નાવિકોએ મહિલાનો બચાવ્યો જીવ
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજ રોજ ફરી એકવાર મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂકાવવાનો પ્રયાસ કર્યો હતો.દિવાળીના તહેવાર સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજના અંકલેશ્વર તરફના છેડે પહોંચી હતી અને ત્યાંથી બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ દ્રશ્યો સ્થાનિક નાવિકોએ જોતા મહિલાનો જીવ બચાવ્યો હતો અને તેને સુરક્ષિત નદીમાંથી બહાર કાઢી હતી. બનાવની જાણ થવાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલા અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે મહિલાએ પારિવારિક કારણોસર અંતિમવાદી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે પરંતુ આ મામલે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.