New Update
-
અંકલેશ્વર- રાજપીપળા રોડ પર સર્જાયો અકસ્માત
-
અજાણ્યા વાહનને ટક્કર મારતા અકસ્માત
-
બાઈક સવાર આશાસ્પદ યુવાનનું મોત
-
અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા
-
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ઔદ્યોગિક અકસ્માતો સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.અને વલોપાત કરતા નજરે પડ્યા હતા.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories