New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની રામદેવ ચોકડી પાસે આવેલ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ સામે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના સંજય નગર ત્રણ રસ્તા માર્કેટ સ્થિત પાલિકાના ક્વાટર્સમાં રહેતા સુરેશ વામન બંસીના પુત્ર તુષાર બંસી ગતરોજ રાતે ૮:૩૦ કલાકે બેંક ઓફ બરોડામાં પાર્ટ ટાઇમની નોકરી પૂર્ણ કરી પોતાની મોપેડ લઇ ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની રામદેવ ચોકડી પાસે આવેલ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહને તુષારની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories