અંકલેશ્વર: કુરિયરની ઓફિસમાંથી રૂ.1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ

કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે  પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી

New Update
Ankleshar Accused Arrest
અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર કોમ્પ્લેક્ષ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાંથી વિદેશી દારૂની જથ્થો ઝડપાવવાના મામલામાં વધુ એક આરોપીને જી.આઈ.ડી.સી પોલીસે ઝડપી પાડ્યો હતો.
 ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર કોમ્પ્લેક્ષ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે  પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી
પોલીસે 1.64 લાખનો દારૂ,કાર,ફોન અને એક્ટિવા મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અગાઉ વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમા રહેતો કુરિયર સંચાલક પારસગિરી લહેરગીરી ગોસ્વામી,મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન જી.આઈ.ડી.સી.પોલીસે વધુ એક આરોપી દહેજના સંભેટી ગામમાં રહેતો સુરેશપૂરી રાજપુરી ગૌસ્વામીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories