New Update
/connect-gujarat/media/media_files/2025/04/18/CFiisLR9BsFuPlQBye71.jpg)
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીકથી પસાર થતી આઈ-૨૦ કારમાંથી ભરૂચ એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે હાંસોટના બુટલેગરને ઝડપી પાડવના મામલામાં પોલોસે વોન્ટેડ બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલસીબી પોલીસની ટુકડી ગત તારીખ 24-06-2024ના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હાંસોટનો બુટલેગર મોહમ્મદ શેખ આઈ-૨૦ કારમાં દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી દઢાલ ગામ તરફ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવતા પોલીસે બુટલેગર ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે રૂ. બે લાખની કાર સહિત કુલ રૂ.૨,૪૮૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં ફરાર બુટલગેર અને વાપીના ઓમ સાંઈ એપાર્ટમેન્ટમાં જબીઉલ્લા ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories