અંકલેશ્વર: NH 48 પર નિલેશ ચોકડી નજીક ટ્રક-ટેમ્પો વચ્ચે અકસ્માત,ટ્રકચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.નેશનલ હાઈવે પર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી.

New Update
aaaa
  • નિલેશ ચોકડી નજીક ટ્રક-ટેમ્પો વચ્ચે અકસ્માત

  • ટ્રકચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.નેશનલ હાઈવે પર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી. જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક અંદર જ ફસાઈ ગયો હતો જેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢવાની ફરજ પડી હતી.108 એમ્બ્યુલન્સની ટીમે સ્થાનિકોની મદદથી ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.