New Update
/connect-gujarat/media/media_files/2025/12/07/pn-l-acdn-2025-12-07-12-14-03.png)
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સુચનાને આધારે ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ મથકના પી.આઈ. એસ.એમ.દેસાઇ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપીના વતન બિહાર રાજ્ય ખાતે ચાર વાર ટીમ મોકલવામાં આવેલ પરંતુ આરોપી પોલીસ ધરપકડથી બચવા સારું નાસતો ફરતો રહેતો હોય અને તપાસ તે સમયે ભોગ બનનાર મહીલા શોધખોળ કરી પુછપરછ કરતા તેણે આરોપીએ મહિલા સાથે બળાત્કાર હોવાનું જણાવ્યું હતું.જેથી મેડીકલ ચકાસણી કરાવી આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોકસો એક્ટ સહિતના કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સંતુ રામજી મુખિયા ભરૂચના કોલેજ રોડ ઉપર રોડ કન્ટ્રકશન સાઇડમાં જે.સી.બી ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories