New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન કરાયું
સોલર થર્મલ ટેકનોલોજી વિષય પર વર્કશોપ યોજાયો
નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
ઉદ્યોગોના પ્રતિનિધિઓએ લીધો લાભ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ દ્વારા ડેકાર્બ્યુરાઇઝેશન અને કન્સેન્ટ્રેટેડ સોલર થર્મલ ટેકનોલોજી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને મીનીસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ મીડીયમ એન્ટરપ્રાયસીસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસીલીટી યુનાઈટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્કશોપ ઓન ડેકાર્બ્યુરાઇઝેશન અને કન્સેન્ટ્રેટેડ સોલર થર્મલ ટેકનોલોજીનું ઉદ્યોગ મંડળના સેમિનાર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરમ પાણીનું ઉત્પાદન, બોઈલર ફીડ વોટર હીટિંગ, પ્રોસેસ સ્ટીમ, એર ડ્રાયિંગ અને સૌર-સંચાલિત ઠંડકનો સમાવેશ થાય છે જે ખાદ્ય પ્રક્રિયા, કાપડ, કાગળ, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, થર્મિક ફ્લુઇડ હીટિંગ ડેરી પ્રોસેસિંગ જેવા વિષયો પર નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં અંકલેશ્વર તેમજ આસપાસના ઉદ્યોગ અગ્રણીઓએ હાજરી આપી હતી
Latest Stories