અંકલેશ્વર: નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી !

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથો.ના ચેરમેનની વરણી

  • નવા ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી

  • બોર્ડના પ્રતિનિધિઓની પણ કરાય જાહેરાત

  • અનેક ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

  • વિવિધ કામો કરવાની નવ નિયુક્ત ચેરમેનની ખાતરી

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે
અંકલેશ્વર નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટનું ૨૦૨૪-૨૦૨૬ માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી.અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીની આજરોજ બેઠક મળી હતી.જેમાં સર્વાનુમતે નોટિફાઇડ એરીયા ઓથોરીટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, સેક્રેટરી હરેશ  પટેલ,પ્રબોધ બી પટેલ, પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ 8 સભ્યની પસંદગી કરવામાં આવી છે. નવ નિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતોએ શુભકામના પાઠવી હતી.નવરચિત નોટીફાઈડ બોર્ડ દ્વારા જી.આઈ.ડી.સી ની ઔધોગિક આંતરમાળખાકીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે.
Latest Stories