New Update
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન ઉભેલ ટ્રકમાં કાર ભટકાતાં યુવાનનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના આવેલ મનીષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 55 વર્ષીય મુકેશ કાંતિલાલ પટેલ ગતરોજ સવારે પોતાની કિયા કાર નંબર-જી.જે.16.ડી.સી.8418 લઈ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે કાર ચાલકનું કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories