New Update
-
હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા
-
આર.કે.વકીલ હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો
-
કલારંગ 2025 વાર્ષિકોત્સવનું આયોજન
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
-
બાળકોએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ તેમજ અલકાબહેન શાંતિલાલ વૈદ્ય પ્રાયમરી સ્કૂલ આવેલી છે.આ બન્ને શાળાના વાર્ષિકોત્સવ કલારંગ 2025નું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,નેરોલેક કંપનીમાં યુનિટ હેડ રાજેશ પટેલ,બિરલા સેલ્યુલોઝિક કંપનીના વાઇઝ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ,આગેવાન હર્ષદ પટેલ, જે.ડી.પટેલ, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, શાળાના આચાર્યો ધર્મેશ જોશી, જીગ્નેશ પટેલ અને શાળા પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી.
Latest Stories