અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ધૂમ
ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવ
ઓપરેશન સિંદૂરની થીમ પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
રામ મંદિરની થીમ પણ રજૂ કરાય
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે ત્યારે ખેલૈયાઓ અવનવી થીમ પર ગરબે ઘૂમી રહ્યા છે.ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરની થીમ પર ઉજવણી કર્યા બાદ નવરાત્રિમાં પણ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબે ઘુમ્યા હતા તો સાથે જ સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન રામ મંદિરની થીમ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી સાથે જ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો