New Update
/connect-gujarat/media/media_files/2025/07/31/img-20250731-wa0157-2025-07-31-17-32-16.jpg)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2.11 લાખના ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
આ અગાઉ પણ પોલીસે 13 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.જ્યારે મહાવીર ટર્નિંગ પાસે ટ્રાફિકની કામગીરી કરતા નારસિંગભાઈને રોડ પરથી એક પર્સ મળી આવેલા જેમાં રહેલ રોકડા અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું. જ્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલની મદદથી શોધી કાઢવામાં આવેલ 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા
Latest Stories