અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગર સહિત 2 આરોપીની કરી ધરપકડ, દારૂના ગુનામા હતા વોન્ટેડ

ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતો ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને પકડી પાડયા

New Update
Wanted Accused Arrest
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સહિતની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરાઈ આમોદ પોલીસે શંકાસ્પદ હાલતમાં ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતો ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને પકડી પાડ્યો હતો.
જે બંને આરોપીનો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં પોલીસે અટક કરવામાં આવી હતી.આ બંને આરોપીઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટમાં સંડોવાયેલ હોવાનું બહાર આવતા બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી બંને ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.