અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે નર્સિંગ કોર્સમાં ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડીના ગુનામાં વધુ 2 આરોપીઓની કરી ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરનાર વધુ બે આરોપીને ઝડપી પાડ્યા

New Update
nursing docs scam

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પોલીસે નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી ગાંધીનગરના કુડાસણ રાધે રેસીડન્સીમાં રહેતા રૂતીન મનુભાઈ મિસ્ત્રી અને તેજલસિંહ રાયસીંહ રાઠવાને ઝડપી પાડ્યા હતા . 

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦મી જાન્યુઆરીના રોજ પોલીસે નર્મદા પેરામેડીકલ નર્સિંગ કલાસીસમાં વિદ્યાર્થીનીઓ સાથે ૯.૮૭ લાખની ઠગાઈ પ્રકરણમાં અગાઉ મહિલા સંચાલિક ચેતના રાવની ધરપકડ કરવામાં આવી હતી.

Latest Stories