અંકલેશ્વર: બાપુનગર ઓવરબ્રિજ નજીક જુગાર રમતી મહિલા સહિત 3 જુગારીની B ડિવિઝન પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાપુનગર ઓવરબ્રીજ પાસે આવેલ ઝુપડપટ્ટી નજીકથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીયાઓને 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

New Update
jgrr

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાપુનગર ઓવરબ્રીજ પાસે આવેલ ઝુપડપટ્ટી નજીકથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીયાઓને 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો. કુશલ ઓઝા દ્વારા જીલ્લામા પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા આપેલ સુચનાને આધારે બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.વી.કે.ભુતિયાના માર્ગદર્શન હેઠળ હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાપુનગર ઓવરબ્રીજ પાસે આવેલ ઝુપડપટ્ટીમા ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12 હજારથી વધુના મુદ્દામાલ સાથે બાપુનગર ઓવરબ્રીજ પાસે હેમાબેન ઉર્ફે ગજરી કનુભાઈ સોલંકી,મહમદ યુસુફ નવાબ ઉ અને ગુલામમુ૨તુફા ઉર્ફે મરસ્તાન પીરૂ મલેકને ઝડપી પાડ્યો હતો.
Latest Stories