અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા,9 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝાની બાજુમા આવેલ ઝુપડપટ્ટીમા જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા 

New Update
aaa

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝાની બાજુમા આવેલ ઝુપડપટ્ટીમા જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા 

Advertisment
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.વિ.કે.ભુતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝા પાસે આવેલ ઝુપડપટ્ટીમા ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ચાર ફોન મળી કુલ ૨૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી દિલાવર રુસ્તમ દિવાન,વિનોદ મોહનભાઈ ચૌહાણ,ભરત કરશનભાઈ બારીયા,બબલુ ધોડે શેખ અને વિનોદ વેલજીભાઈ જાવીયા,બહાદુર રતનભાઈ બબેરીયા,વિષ્ણુ રામુભાઈ દંતાણી તેમજ રાહુલ મુક્ષુભાઈ પાલ,જીવાસા મલંગસા દિવાનને ઝડપી પાડ્યો હતો
Advertisment
Latest Stories