New Update
અંકલેશ્વર મહેસાણા મિત્ર મંડળનું સેવાકાર્ય
શાકભાજી માર્કેટમાં બેગ વેન્ડિંગ મશીન મુકાયું
પર્યાવરણના જતનનો હેતુ
પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઓછો થશે
આગેવાનો રહ્યા ઉપસ્થિત
મહેસાણા જીલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર-ભરૂચ દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થાય તેમજ પર્યાવરણના જતન માટે સતત જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે મહેસાણા જીલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર-ભરૂચ દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીગ મશીનનું જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ બેગ વેન્ડીગ મશીન મુકવાથી પ્લાસ્ટીકના બેગનો ઉપયોગ ઓછો થવા સાથે લોકોને સગવડ થશે. જે બેગ વિના આવતા હોઈ તેવા લોકોને ૧૦ રૂપિયામાં આ મશીનમાં કોઈન નાખવાથી બેગ મળી શકશે. પ્લાસ્ટીકની બેગનો વપરાશ ઓછો થવાથી પર્યાવરણનું પણ જતન થશે સાથે સુંદર ડીઝાઇન વાળી બેગ હોવાથી લોકોને પણ તે ગમશે. આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા જીલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર-ભરૂચના પ્રમુખ ભરત પટેલ,મંત્રી દિનેશ પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories