New Update
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આયોજન
રાહત દરે ફટાકડા સ્ટોલનો પ્રારંભ
નહિ નફો- નહિ નુકશાનના ધોરણે પ્રારંભ કરાયો
શિવ એકતા ગ્રુપનું આયોજન
ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના યુવા સાહસિકોએ નહિ નફો નહીં નુકશાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહતદરે નહિ નફો નહીં નુકશાનના ધોરણે ફટાકડાનુ વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો. ભડકોદ્રાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગૃપના સાહસિક યુવકો દ્વારા રાહતદરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.લોકોને દિવાળી પર્વ નિમિતે નહીં નફો નહીં નુકશાનના ધોરણે ફટાકડા મળી રહે તેવા શુભ આશયથી ભડકોદ્રાના યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ શિવ એકતા ગૃપના યુવકો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે.
Latest Stories