New Update
-
આજે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
-
ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી
-
અંકલેશ્વરમાં ઉજવણી કરાય
-
બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા
-
વિવિધ સંગઠનો જોડાયા
અંકલેશ્વરમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા.જ્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલી યોજી હતી.અને રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Latest Stories