અંકલેશ્વર: ભાજપના સ્થાપના દિવસની જવાહરબાગ ખાતે ઉજવણી, મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

New Update
  • આજે તારીખ 6 એપ્રિલ

  • ભાજપનો સ્થાપના દિવસ

  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે તારીખ છઠ્ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Advertisment
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે માત્ર બે સાંસદોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી છે ત્યારે સૌના સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છે.
Advertisment
Latest Stories