-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાશે
-
બિહારના સ્થાપના દિવસની કરાશે ઉજવણી
-
રાજયકક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા રહેશે ઉપસ્થિત
-
સ્નેહમિલન અને રંગારંગ કાર્યક્રમ યોજાશે
આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા, બિહારના રાજ્ય સભાના સાંસદ શંભુશરણ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ,રમેશ મિસ્ત્રી, ડી કે સ્વામી અરુણસિંહ રણા, રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ વસવાટ કરે છે ત્યારે તેઓ આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને ભારતીય જનતા પાર્ટી સરકારના કામો અને યોજનાઓનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષિ સેલના અધ્યક્ષ અશોક ઝા અને તેમની ટીમ દ્વારા રવિવાર તારીખ 13મી એપ્રિલના રોજ મીઠા ફેક્ટરી પાસે સત્યમ પાર્ક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ તેવી અપીલ કરવામાં આવી છે.