-
નવી નગરી સ્થિત શ્રી સિંગ સભા ગુરૂદ્વારા ખાતે આયોજન
-
શ્રી ગુરૂનાનક દેવ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
-
શીખ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું
-
રક્તદાન શિબિરમાં અનેકો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
-
મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી નગરી વિસ્તાર સ્થિત શ્રી સિંગ સભા ગુરૂદ્વારા ખાતે શ્રી ગુરૂનાનક દેવ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ શીખ સમાજના પ્રથમ ગુરુ શ્રી ગુરૂનાનક દેવ જયંતિ નિમિત્તે અંકલેશ્વરના નવી નગરી વિસ્તાર સ્થિત શ્રી સિંગ સભા ગુરૂદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અંકલેશ્વરના હેલ્પીંગ હેન્ડઝ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તમામ શીખ પરિવારો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રેડ ક્રોસ બ્લડ બેન્ક-ભરૂચના સહયોગથી આયોજિત રક્તદાન શિબિરમાં અનેકો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.