New Update
/connect-gujarat/media/media_files/2025/02/02/nc6xr3Allr2368wMJOsn.jpg)
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર એકમની યુવા ટીમ દ્વારા તારીખ 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બ્રહ્મ સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં એલાઇટ ટાઈગર અને રોયલ સ્ટાઇકર ટીમનો વિજય થયો હતો.આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન સુરેશ જોશી, કો ચેરમેન અભી પાનેરી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ સુરેશ જોશી,મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા ટીમના જય તેરૈયા તેમજ મહિલા પ્રમુખ રૂપલ જોશી ઉપસ્થિત અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા