New Update
-
અંકલેશ્વરના ઉમરવાડા ગામે આવેલું છે સ્પોર્ટ્સ ક્લબ
-
બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજન
-
બી.પી.એલ.સીઝન-4નું આયોજન
-
144 ખેલાડીઓએ લીધો ભાગ
-
25 દિવસ ચાલશે ટુર્નામેન્ટ
ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન 4નો અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નો શુભારંભ કરાયો હતો.
IPLની તર્જ પર શરૂ થયેલ BPLની ચોથી સીઝનમાં 8 ફ્રેન્ચાઇસીઝમાં 144 ખેલાડીઓ રમી રહ્યા છે. જે ટુર્નામેન્ટ 25 દિવસ ચાલશે. આ તબક્કે જિલ્લામાંથી સ્ટેટ અને નેશનલ લેવલે સારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.ઉદ્ઘાટન પ્રસંગે પ્રોલાઈફ ગ્રુપના કરણ જોલી, આનંદ પવાર, ઉમેશ વિઠાની, સંજય પટેલ, ઇસ્માઇલ મતાદાર, પિયુષ ઠક્કર, મનીષ નાયક, ઇસ્તાક પઠાણ, સાજીદ અલી, ગૌરવ ખુરાના, જય પ્રકાશ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
Latest Stories