New Update
આજે લાભ પાંચમનું પર્વ
વેપારીઓએ વેપાર રોજગારનો કર્યો પ્રારંભ
દિવાળી બાદ ધંધા રોજગારનો પ્રારંભ કરાયો
વેપારીઓએ કર્યું પૂજન અર્ચન
આવતીકાલથી બજારો થશે ધમધમતા
દિવાળીના લાંબા વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ મુહૂર્તથી રાજ્યભરમાં વેપાર-ધંધાનો ફરી ધમધમાટ શરૂ થયો છે.
ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક તેમજ વ્યાપારી બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરીને નવા વર્ષના વ્યાપારના શ્રીગણેશ કર્યા. દિવાળી પર્વના વિરામ બાદ આજે 'લાભ પાંચમ'ના શુભ દિવસને વેપારીઓ 'સૌભાગ્ય પાંચમ' તરીકે પણ ઉજવી રહ્યા છે.​ગુજરાતી સંસ્કૃતિમાં લાભ પાંચમનું અનેરું મહત્વ છે. આ દિવસે નવો ધંધો શરૂ કરવો કે વેપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ભરૂચ અને અંકલેશ્વરના તમામ બજારોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો.​વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાના વ્યાપાર સ્થળો અને દુકાનો ખોલી, શાસ્ત્રોક્ત વિધિ મુજબ લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કર્યું. નવા વર્ષના ચોપડાઓનું પણ વિધિવત્ પૂજન કરવામાં આવ્યું. જો કે આજે રવિવાર હોવાથી વેપારીઓ મુહૂર્ત કર્યા બાદ દુકાનો બંધ કરી હતી. આવતી કાલે સોમવારથી જ બજારો રાબેતા મુજબ ધમધમી ઉઠશે.
Latest Stories