/connect-gujarat/media/media_files/2025/03/16/zL8AFdCmcb8Ccn0I0Wic.jpeg)
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
અંકલેશ્વર નજીક હાઈવે પર આમલા ખાડીના ઓવર બ્રિજ પાસે ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોતજોતામાં સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી.
બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વાહનોના આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવો વધી રહ્યા છે. સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ, વીજ ટ્રાન્સફોર્મર સહિત ખુલ્લા પ્લોટમાં પડેલ રસાયણિક કચરામાં આગની ઘટના બાદ હવે ચાલુ કારમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો છે