અંકલેશ્વર: સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર-છકડા વચ્ચે અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • અંકલેશ્વર હાંસોટ રોડ પર સર્જાયો અકસ્માત

  • પેસેન્જર છકડો અને કાર વચ્ચે અકસ્માત

  • અકસ્માતમાં 8 લોકોને ઇજા

  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર સમયાંતરે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.સુરત તરફથી ભરૂચ બાજુ આવતા વાહનોની સંખ્યામાં સતત વધારાને પગલે અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે આજરોજ સવારના અરસામાં પેસેન્જર છકડાનો ચાલક અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી મુસાફરો લઇ પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં  ૮ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે અકસ્માતને પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી સુરતને જોડતા આ સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.માર્ગ સાંકડો હોવા સાથે વાહનોની વધતી સંખ્યા અકસ્માતો પાછળ જવાબદાર છે ત્યારે તંત્ર દ્વારા માર્ગ પહોળો કરવા સહિતની કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.
Latest Stories