અંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં વહે છે ઉદ્યોગોનું રસાયણયુક્ત પાણી, GPCBને કરાય રજુઆત

વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી

New Update
  • અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી વહે છે વનખાડી

  • ખાડીમાં વહે છે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી

  • પ્રદુષિત પાણીના કારણે ખેતીના પાકને નુકશાન

  • 12 ગામના ખેડૂતો કરે છે ખાડીના પાણીનો ઉપયોગ

  • જીપીસીબીને કરવામાં આવી રજુઆત

ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીને અડીને પસાર થતી વનખાડી અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઇ કંટીયાજાળ નજીક  દરિયામાં વિલીન થાય છે ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વનખાડીમાં સુએઝના પાણી ઉપરાંત રસાયણિક પાણી ફરી વળતા હોય છે.અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી ખાડીમાં ભળી જતા કઠોદરા, પારડી, કુડાદરા, રોહીદ, વાલનેર, રાયમા, માલણપોર, કાંટાસાયણ , છિલોદરા, દંતરાઈ , વાસણોલી, બાડોદરા સહિત ગામોના ખેડૂતોની લગભગ 200 એકરથી વધુ જમીનને બિનઉપજાઉ થઇ રહી છે. 
ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે ત્યારે જીપીસીબી દ્વારા વનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેવી માંગ સાથે હાંસોટ કોંગ્રેસના અગ્રણી અને ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરાય છે.
Latest Stories