New Update
/connect-gujarat/media/media_files/2025/02/27/AvAoxAHSkn45CHcjyhjA.png)
અંકલેશ્વર જીઆઇડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા હતા ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહ્યો છે.
અંકલેશ્વરમાં તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં કેમિકલ કાંડ સામે આવ્યો હતો જેમાં રાસાયણિક પ્રવાહી નહેરમાં ઠાલવી દેવામાં આવ્યું હતું જેના કારણે 1 લાખથી વધુ લોકોના માથે જીવનું જોખમ ઉભું થયું હતું ત્યારે હવે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં જ બાળકો જીવના જોખમે નાહી રહ્યા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે.શિયાળાની વિદાય બાદ ઉનાળો હવે આગળ વધી રહ્યો છે ત્યારે બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા બાળકો નહેરમાં નાહવા જતા હોય છે.
ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે બાળકો ડૂબકી લગાવી રહ્યા હોવાના વિડિયો પણ સામે આવ્યા છે ત્યારે આ સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આ અગાઉ અનેક વખત નહેરમાં ડૂબી જવાથી મોત નીપજવાના અનેક બનાવો બન્યા છે ત્યારે તંત્ર દ્વારા નહેરમાં નાહવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અને તેની અમલવારી કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories