ઉમરવાડા સહિતના ગામોમાં CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ
પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન
ઉમરવાડા-મનાડમાં ઘોડિયા ઘર ખાતે નાતાલની ઉજવણી
ઘોડિયા ઘરના બાળકો અને સંચાલક બહેનો સાથે ઉજવણી
પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સહિતના સભ્યોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રોલાઇફ ફાઉન્ડેશનના સભ્યો, સંચાલક બહેનો તેમજ મોટી સંખ્યામાં ભૂલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા સહિત આસપાસના ગામોમાં પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે ચેતના સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નાતાલ પર્વ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે દર વર્ષે તા. 25મી ડિસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સંસ્થાના સભ્યોએ નાના ભૂલકાઓ સાથે ભોંયતળિયે બેસી નાતાલના પર્વ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, વી.કે.પટેલ, પુનિત ઘોડાસરા, ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, ગામના આગેવાન સુલેમાન ગંગાત (બાબુ વકીલ), ફેમીદા ગંગાત, ચેતના સંસ્થાના ફિલ્ડ કોર્ડિનેટર ફાલ્ગુની સિંધા, કાર્યકર સરોજ વસાવા તેમજ મોટી સંખ્યામાં ઘોડિયા ઘરના ભૂલકાઓ, વાલીઓ, સંચાલક બહેનો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.