અંકલેશ્વર: રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ !

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સીવીક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં નિર્માણ પામ્યુ સીટી સિવિક સેન્ટર

  • રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ કરાયુ

  • CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરાયુ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • વિવિધ સરકારી કામો એક જ સ્થળે થઈ શકશે

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સીવીક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે  ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 36 જેટલા સીટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરનું પણ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ, નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કલોડીયા,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સીટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સીટી સિવિક સેન્ટરનુંનિર્માણ કરવામાં આવ્યું છે.

Latest Stories