New Update
/connect-gujarat/media/media_files/2025/03/18/Am65K1Tc4vv1OACOSU1Y.png)
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર ભરૂચ જિલ્લાના મહેમાન બનવા જઈ રહ્યા છે તારીખ 28 માર્ચના રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વમલેશ્વર ગામ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે જે.ટી. નું નિર્માણ કરવામાં આવ્યું છે જેની કામગીરી પૂર્ણ થઈ જતા જે.ટી.નું લોકાર્પણ સી.એમ. ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. રૂપિયા 13 કરોડના ખર્ચે આ જે.ટી. નું નિર્માણ કરવામાં આવ્યું છે. પહેલાના સમયમાં કાચો પુલ હતો જેના કારણે પરિક્રમાવાસીઓને ઘણી અગવડતા પડતી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓને ધ્યાને લઈ જે.ટી. નું નિર્માણ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ આરએસએસના પ્રચારક ભૈયાજી જોશીએ પણ જે.ટી.ના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે સી.એમ. ભુપેન્દ્ર પટેલની હાજરીમાં જે.ટી.નું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાનના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે