New Update
-
અંકલેશ્વર નગર સેવા સદન વિવાદમાં
-
કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ
-
જેટીંગ મશીનના સમારકામના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
-
બીલનું ચુકવણુ ન કરવા વિપક્ષની માંગ
-
બીલની 4 મહિનાથી બીલની ચુકવણી નથી થઈ: પ્રમુખ
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે મશીનના સ્મરકામનું ચુકવણું ન કરવા વિરોધ પક્ષના નેતાએ પત્ર લખ્યો છે
અંકલેશ્વર નગર સેવાસદનનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા નગર સેવા સદનના સત્તાધીશોને એક પત્ર પાઠવાયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નગર સેવાસદનની માલિકીનું જેટીંગ મશીન રીપેર કરવામાં આવ્યુ હતું છતાં આજદિન સુધી વાહન બરોબર રીપેર થયુ નથી.આ વાહનને કેટલીક વાર રીપેરીંગ માટે પરત મોકલવામાં આવેલ છતા વારંવાર રીપેરીંગ માટે મોકલવું પડે છે અને હાલ પણ ત્યાંથી આવ્યા બાદ ડ્રેનેજનાં કામમાં આવતું ન હોય અને વારંવાર રીપેરીંગ કરાવવા મોકલતા હોવા છતાં પણ પરીસ્થિતિ ત્યાની ત્યાં જ હોય છે ત્યારે બિલના સમારકામ માટેની રકમ ન ચૂકવવા માંગ કરવામાં આવી છે
આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે તેઓ પાસે છેલ્લા ચાર મહિનાથી બિલ આવ્યું છે પરંતુ એ બિલ પાસ કરવામાં આવ્યું નથી જ્યાં સુધી મશીન પૂર્ણતઃ રીપેર ન થઈ જાય ત્યાં સુધી બિલ ચુકવણી કરવામાં આવશે નહીં..
Latest Stories