અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચ અને GIDC પોલીસે જૂનાગઢના અપહરણના ગુનાના આરોપીની મીરાનગરમાંથી કરી ધરપકડ, સગીરાને કરાવી મુક્ત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાએ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી

New Update
aaa

ક્રાઇમ બ્રાન્ચ અને GIDC પોલીસે જૂનાગઢના અપહરણના ગુનાના આરોપીની મીરાનગરમાંથી કરી ધરપકડ

Advertisment
ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા તથા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાએ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. આર.કે.ટોરાણી તથા  ડી.એ.તુવરની ટીમ અંકલેશ્વરના સારંગપુર ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન  બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો આરોપી કનૈયા રામઅયગા યાદવ રહે.-સકલપુરા ગામ તા.-સિકંદરપુર જી.-બલીયા (યુ.પી.)  ભોગ બનનાર સગીરા સાથે સારંગપુર ગામે મીરાંનગરમાં પ્લોટ નં.-૫૦૮, શિવ મંદિર સામે દિપક યાદવના મકાનમાં રહે છે અને હાલમાં બન્ને ત્યાં હાજર છે.જે બાતમી આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવી હતી.
Advertisment
Latest Stories