New Update
/connect-gujarat/media/media_files/4JGEglnN1TrU4l2OTGhg.jpg)
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી અંદાડા ગામ તરફ જવાના કટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી અંદાડા ગામ તરફ જવાના કટ પાસે વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંદાડા ગામના ઇન્દિરા આવાસમાં રહેતો મહેબુબખાન મહેમુદ ખાનને ઝડપી પાડ્યો હતો.