New Update
/connect-gujarat/media/media_files/2025/08/02/acndrtes-2025-08-02-08-54-41.jpg)
ક્રાઇમ બ્રાન્ચે કોસંબા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીઓની કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સુરતના કોસંબા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર આરોપી મહમદ કલીમ ઉર્ફે બબલું અહેશન ઉલ્લા કુરેશી હાલ રહે, ગોસીયા મસ્જીદ પાસે અંસાર માર્કેટ અંકલેશ્વર જી.ભરૂચ તથા સાહેબ આલમ મહમદ હનીફ કુરેશી રહે, ૮૦૩ સાઇ ગોલ્ડન એમાર્ટમેન્ટ અંક્લેશ્વર જી.ભરૂચ બન્ને ઇસમ અંક્લેશ્વર સાંઇ ગોલ્ડન એપાર્ટમેન્ટ નીચે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે સોંપી કોસંબા પો.સ્ટે ખાતે જાણ કરવામાં આવી હતી.આરોપીઓ અન્ય ગુનામાં પણ સંડોવાયા છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories