New Update
અંકલેશ્વર જીઆઈડિસી ઓફીસ નજીકનો બનાવ
કારમાંથી રૂ.10 લાખની થઈ હતી ચોરી
ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
પાટણથી 2 આરોપીઓની ધરપકડ
બાઈક પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી ચોરી કરાય
અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી બે ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર GIDCમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી રૂ.10 લાખની ચોરી થઈ હતી.ડિસેમ્બર અને વર્ષના અંતે 10 લાખની મત્તાની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ PSI આર.કે. ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે, ચોરીમા પાટણના સિધ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપીલ મોહનભાઇ બોચીયા અને ગીરીશ મગનભાઇ પરમાર સંડોવાયેલા છે. બન્નેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી બે બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર LCB ખાતે લવાયા હતા.પકડાયેલ આરોપી કલ્પેશ બોચીયાએ વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના RTO પાસીંગની ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવડાવી દીધી હતી.જે લોકો બિમાર હોય કે પથારી વશ હોય તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇકની ખરીદી કરી.
હવે માથે હેલ્મેટ પહેરી ચોરી કરવા જવાનું કર્યું. પકડાયેલા બન્ને ચોર અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા.છારા નગરમાં રહેતા ગેંગના સાગરીતો બન્ને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ, ચોરીનું કામ થઇ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બન્ને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા.અંકલેશ્વર GIDC માં રોજનીશ ગુમાને, રોહીત ઉર્ફે નાગીન દલપત ધમાડે અને નીખીલે આ બાઇકો લઇ હેલ્મેટ પહેરીને આવી ₹10 લાખની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી હતી. જેમાં ગૌરવ ઉર્ફે વેર્નિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી. સૌરભ મનહરભાઇ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી. જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડીયાએ ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી. LCB એ બે બાઇક, 3 મોબાઈલ સાથે બન્નેની ધરપકડ કરી હતી. જ્યારે ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
Latest Stories