New Update
અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
બાંગ્લાદેશી મહિલાઓની કરી ધરપકડ
સારંગપુરના લક્ષમણ નગરમાં રહેતી હતી મહિલા
ભારતમાં રહેવા માટે વિઝા ન હતા
ઘુષણખોરી દ્વારા પ્રવેશી હોવાની આશંકા
અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણ નગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દરમ્યાન પોલીસકર્મીઓને માહિતી મળી હતી કે સારંગપુર ગામે રાજપીપળા રોડ ઉપર આવેલ લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડીંગમાં બે બાંગ્લાદેશી મહીલાઓ રહે છે. જે માહીતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડીંગ એ- બિલ્ડીંગ રૂમ નંબર ૨૦૮માં બે બાંગ્લાદેશી મહીલાઓ હાજર હોય જેઓની પાસે ભારતમાં રહેવા માટે કોઈ યોગ્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આ મામલામાં રૂકૈયા પુરકાન રશીદ શેખ રહે. ઢાંકાબાંગ્લાદેશ, પરવીન ઓહાલ અબ્દુલસતર શેખ ઉ.વ.૩૫ રહે. જોસોર પોસ્ટ. બાંગ્લાદેશ અને રૂના મહંમદ શેખ રહે.નોરાઈલ, બાંગ્લાદેશની અટકાયત કરી હતી. આ મહિલાઓ ઘુષણખોરી દ્વારા અમદાવાદ અને ત્યાર બાદ અંકલેશ્વર આવી હોવાની આશંકા છે.ક્રાઇમ બ્રાન્ચે તેઓને જીઆઇડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories