New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/WC51trAJU92HxfseObwK.jpg)
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-૨૫-૧૦-૨૪ના રોજ ભરૂચ એલસીબીએ બાતમીના આધારે હાંસોટ રોડ ઉપર આવેલ મોદી નગરમાં પ્રકાશ ઉર્ફે મુસો ઠાકોરલાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 25 હજારનો દારૂ અને ફોન મળી કુલ 27 હજારના મુદ્દામાલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યો હતો.આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગૌસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.