New Update
/connect-gujarat/media/media_files/2025/07/17/screenshot_2025-07-17-11-10-05-61_439a3fec0400f8974d35eed09a31f914-2025-07-17-13-01-07.jpg)
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પુના ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી અને સ્ટાફ અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકના મારામારીના બે ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેન્દ્રકુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિ મહારાષ્ટ્રના પુના જીલ્લામાં આવેલ ભોસરી શહેરમાં લાંડકે નગરમાં આવેલ બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં નોકરી કરે છે અને ત્યાં કંપનીમાં જ રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને ધર્મેન્દ્રકુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.