અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે

New Update
a

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે જેના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો.આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો જેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Advertisment