અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે GIDC પોલીસ મથકના પ્રોહી.ના ગુનામાં સવા વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસીંગ વળવી હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બીયર બારમાં નોકરી કરે છે

New Update
a

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે GIDC પોલીસ મથકના પ્રોહી.ના ગુનામાં સવા વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ 

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસીંગ વળવી હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બીયર બારમાં નોકરી કરે છે અને ત્યા હાલમાં હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસીંગ વળવીને બીયર બાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.