/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
/connect-gujarat/media/media_files/2025/06/25/img-20250603-wa0003-recoveredaaaaaaaaaa-2025-06-25-09-57-17.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર KA-17-AA-8799માં ઇંગ્લીશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઇ રહ્યું છે જેના આધારે પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમ્યામ બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારુની બોટલ નંગ- ૫૬,૬૪૦ કી.રૂ. ૧,૨૭,૪૪,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૦૧ કી.રૂ. ૧૦,૦૦૦/- તથા ટાટા કંપનીનું કંટેનર KA-17-AA-8799 કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦/- મળી કુલ ૧,૪૭,૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશ માનારામ બિશ્નોઇ ઉ.વ.૩૩, ધંધો ડ્રાઇવીંગ, રહે કાચ્છવાણીયા કી ઢાણી દીપાવત નગર, ફતેહ સાગર, પીલવા ગામ તા-લોહાવટ થાના- લોહાવટ રાજસ્થાનને ઝડપી પાડી અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Latest Stories